Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઘરફોડ ચોરીનાં આરોપીને પોલીસે અંકલેશ્વર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડયો.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે. તાજેતરમાં ભરૂચમાં અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો તથા એસ.ટી ડેપોમાંથી નજર ચૂકવી સોના ચાંદીનાં દાગીનાની ચોરી કરનાર શખ્સને પોલીસે ડેપો પાસેથી ઝડપી પાડયો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જીલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર ડીવીઝનનાં માર્ગદર્શન મુજબ બે ગુનાનો ભેદ ઉકેલવા માટે બાતમી મળેલ કે એક શખ્સ પોતાની પાસેના સોના-ચાંદીનાં ઘરેણાં વેચવા માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી ડેપો તથા પ્રતિન ચોકડી વચ્ચે ફરે છે જે એક આંખે કાણિયો છે જે બાતમીનાં આધારે પોલીસે એસ.ટી. ડેપો પાસે પોલીસે અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવેલ હોય જેના આધારે એક શખ્સ અલગ-અલગ દાગીના સાથે ફરતો હોય જેની સધન પૂછપરછ કરતાં ચેતન ઉર્ફે ચૈતાન રહે. સિલ્વર પ્લાઝા પાછળ આવેલ ઝુંપડપટ્ટીમાં અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહે. મોટી ખરચ તા.જી.દાહોદને પોલીસે ઝડપી પાડયો છે. તેની તપાસ કરતાં સોનાની કળી નંગ 2 કીં.રૂ.3500, સોનાની જડ નંગ 1 કીં.રૂ.1200, ચાંદીનાં કંદોરા કીં.રૂ. 1700, સાંકળા બે જોડ કીં.રૂ.2500, જુદા-જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.17000 સહિતનાં મુદ્દામાલ સાથે પોલીસે એસ.ટી ડેપો પરથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લાબા સમયથી ગેરહાજર રહેતા રાજ્ય અનામત પોલીસ દળના જવાન વિરુધ પોલીસ મથકે ફરીયાદ

ProudOfGujarat

ભરૂચ:મતગણતરીના દિવસે વાહનોના અવર-જવર ઉપર કેટલાંક નિયંત્રણો મુકાયા…

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!