Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયતમાં 26 વર્ષ બાદ ભાજપાએ સત્તા ગ્રહણ કરી, જિ.પં. પ્રમુખ અલ્પાબેન પટેલ અને ઉપપ્રમુખ ભરતભાઇ પટેલ જાહેર કરાયા.

Share

1995 માં સ્પષ્ટ બહુમતી બાદ ફરી 26 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સભાળ્યું છે. આ 26 વર્ષ દરમ્યાન 2010 થી 2015 દરમ્યાન ભાજપા અને બિટીપીના ગઠબંધન થકી ભાજપાના પ્રમુખ મનહર ગોહિલ અને ઉપપ્રમુખ અનિલભાઈ ભગત બીટીપીમાંથી સત્તા પર બેઠા હતા. ત્યારે 26 વર્ષ બાદ ફરી એક વાર જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 માં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ફૂલ 27 બેઠકો ઉપર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 3 અને કોંગ્રેસના ફાળે ફક્ત 4 બેઠકો આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે મેન્ડેડ જાહેર કરાતા અલ્પાબેન કમલેશભાઈ પટેલ, જંબુસરના કહાનવા બેઠક પરથી વિજેતા થયેલ જેમને પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે. જ્યારે ભરતભાઇ નાગજીભાઈ પટેલ જેઓ અંકલેશ્વર તાલુકાની દીવા 8 બેઠક પરથી વિજેતા થયેલ જે ઉપપ્રમુખ માટેનું ફોર્મ ભર્યું છે.

ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં બંને ઉમેદવારોએ પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, ભોલાવ બેઠકના વિજેતા ઉમેદવાર ધર્મેશભાઈ મિસ્ત્રી, જંબુસર માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર સહિતનાં ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારો, જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

ચૂંટણી આવી…..આગામી ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે, સૂત્ર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા ૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!