કરજણ સિંચાઈ યોજના કે જેના કાર્ય વિસ્તારમાં નાંદોદ, ઝગડિયા, વાલિયા અને અંકલેશ્વર તાલુકાના ખેતરો આવે છે. તાજેતરમાં તારીખ ૨૨-૦૧-૧૮ નાં રોજ કરજણ ડેમમાંથી વેસ્ટેજ રૂપે ૩,૦૦૦ કયુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો જે અનુસંધાને શ્રી ગણેશ સુગર વટારીયાના ચેરમેન સંદીપ શ્રી માંગરોલાને આજુ બાજુના વિસ્તારના ખેડૂતોની મળેલી રજૂઆત અન્વયે સંદીપ માંગરોલાએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાની ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને માનનીય કલેકટર શ્રી ભરૂચને પત્ર લખી રજૂઆત કરતા જણાવેલ છે કે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ મુકામ પોસ્ટ વટારિયા તાલુકો વાલિયા જી.ભરૂચ ખાતે સહકારી ધોરણે ચાલતી ખાંડ મંડળી છે જે આશરે ૧૫,૦૦૦ ખેડૂત, સભાસદ ધરાવે છે. જેઓ શેરડીનું વાવેતર કરી સંસ્થાને ખાંડના ઉત્પાદન માટે કાચા માલ તરીકે શેરડીનો જથ્થો પૂરો પાડે છે. સંસ્થાનું કાર્યક્ષેત્ર ૩૫ કી.મી ની ત્રિજ્યામાં વિસ્ત્રાયેલું છે જેમાં ભરૂચ જીલ્લાના વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ તથા સુરત જીલ્લાના માંગરોલ અને ઉમરપાડા તાલુકાનો સમાવેશ થાય છે. સંસ્થાના કાર્યક્ષેત્રના ૩ તાલુકા જેવા કે વાલિયા, ઝઘડિયા અને માંગરોળ તાલુકાની પૂર્વ પટ્ટીના ટ્રાઈબલ વિસ્તારના સિંચાઈની કોઈ ખાસ સગવડ નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી વરસાદનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી તેમજ બોરવેલ ધરાવતા ખેડૂતોના બોરમાં પાણી પર ઓછા વરસાદ થી નીચા ગયા હોવાના કારણે સિંચાઈની સમસ્યા વિકટ બની છે. ઘણા વર્ષોથી શેરડીનું વાવેતર કરતા તેમજ અન્ય પાકનું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે છેલ્લા પાંચ વર્ષથી ખેતી પાકનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. ખેતી માટે સિંચાઈનું પાણી ન મળવાને કારણે ખેડૂતોની શેરડીની તેમજ અન્ય પાકોની ખેતી કરતા ખેડૂતોને ખેતી નિષ્ફળ જાય છે પશુ ધન પણ લાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ખેતી નિષ્ફળ જવાના કારણે ખેતી કામ પર નભતા ખેત મજુર વર્ગની રોજીરોટી ઉપર માંથી અસર પડે છે ખેત મજુરોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બની જાય છે.
વધુમાં નર્મદા નદીને જીવંત રાખવી જરૂરી છે અને એ માટે સરકાર શ્રીએ અન્ય વિકલ્પોની સંસોધન કરવું જોઈએ નર્મદા નદી જીવંત રહે અને તેમાં પાણી આવે એ અમો ઈચ્છીએ છીએ. પરંતુ કરજણ જેવા નાના ડેમમાંથી પાણી નાખવું એ યોગ્ય નથી સરકાર શ્રી ધારે તો નર્મદા નદી ઉપર આવેલ ઉપરવાસમાં મધ્યપ્રદેશનાં ડેમોમાંથી પાણી છોડાવી નર્મદાને જીવંત રાખી શકે એમ છે.
સદર બાબતે આ વિસ્તારના ખેડૂતોની લાગણીએ અને માંગણીને નિગાહે લઇ કરજણ સીન્વ્હાઈ યોજનાના કાર્ય વિસ્તારના ખેડૂતોને ૧૦૦ % પાણી મળી રહે તેમજ તા.૨૨-૦૧-૧૮ નાં રોજ કરજણ ડેમમાંથી વેસ્ટેજ રૂપે ૩,૦૦૦ કયુસેક પાણી છોડવાના ખેડૂત હિત વિરુદ્ધના લેવાયેલ આ નિર્ણયને રદ કરવામાં આવે એવી માંગણી ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવી છે.