સમગ્ર ગુજરાતમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ છે જેમાં 60 હજાર બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. બેંકોની હડતાળનાં કારણે સમગ્ર ભરૂચ તેમજ રાજયમાં નાનાથી મોટા કરોડોનાં ટ્રાન્જેકશન પર અસરો જોવા મળી છે.
બેંકોનાં થતાં ખાનગીકરણનાં મુદ્દે આજે સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓની હડતાળ છે જેમાં ભરૂચની બેંકનાં કર્મચારીઓ પણ જોડાયા છે સરકારની નીતિરીતિનાં વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચ સેન્ટ્રલ બેંકનાં યુનિયન જનરલ સેક્રેટરી ભરત નારિયેળવાલા આ મુદ્દે વધુમાં જણાવ્યુ છે કે બેંકોની હડતાળનું મુખ્ય કારણ સરકાર દ્વારા તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી ગ્રાહકોને આગામી સમયમાં બેંકોને લગતી વિવિધ સેવાઓ મોંઘી પડી શકે છે તેમજ ગ્રાહકોને વિવિધ રીતે લેવામાં આવતા ટેક્ષ વધુને વધુ ભરવા પડશે આથી હડતાળનું મુખ્ય કારણ બેંકોનું ખાનગીકરણ છે જેનાથી બેંકોને આગામી સમયમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આથી સરકાર દ્વારા વિચારણા કરવામાં આવે અને બેંકોનાં થતાં ખાનગીકરણને અટકાવવામાં આવે તેવી ચીમકી બેંક યુનિયન કર્મચારીઓની માંગણી છે.
ભરૂચ : રાજ્યભરમાં આજે બેંકોની હડતાળ, બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા.
Advertisement