વસીમ રીઝવી દ્વારા મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર આકાશી ગ્રંથ કુરાન શરીફની ૨૬ આયતો વિશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હટાવવાની જે માંગ કરી છે તેના વિરૂદ્ધ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયનાં લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો છે જે અંતર્ગત ઠેર ઠેર મુસ્લિમ સંપ્રદાયનાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજી વસીમ રીઝવી વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી થાય એ માટે માંગ ઉઠવા પામી છે.
જે અંતર્ગત ભરૂચનાં બાયપાસ વિસ્તારમાં મુસ્લિમ સમાજનાં લોકો દ્વારા વસીમ રીઝવીનાં પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વસીમ રીઝવીએ હાલમાં કુરાન શરીફમાંથી 26 આયતો દૂર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
શિયા વકફ બોર્ડનાં ચેરમેન વસીમ રીઝવીને શિયા સમાજ દ્વારા પણ સમાજ બહાર કરવામાં આવ્યો છે ત્યારે આજે ભરૂચ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રીઝવીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા સમાહર્તા કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વસીમ રિઝવી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી.
યાકુબ પટેલ : ભરૂચ
ભરૂચ બાયપાસ ચોકડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રિઝવીનાં પૂતળાનું દહન કરાયુ તેમજ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Advertisement