Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગમાં ભરૂચની લાયમાખાનએ ગોલ્ડ મેડલ મેળવ્યો.

Share

સુરત ખાતે 40 મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2020-21 નું આયોજન થયું હતું. જેમાં મૂળ ભરૂચના મહંમદપુરા ખાતે હબીબ પાર્કમાં રહેતા રમત પ્રેમી મુનાફ પઠાણના પુત્રી લાયમાખાનએ પણ ભાગ લીધો હતો. યુવતીઓ માટેની આ સ્પર્ધામાં ગુજરાતમાંથી અન્ય ગર્લ્સ સ્કેટરોએ પણ ભાગ લીધો હતો. જેમાં લાયમાખાનએ 500 મીટરમાં ગોલ્ડ મેડલ, 1000 મીટર રિંક રેસમાં સિલ્વર અને રોડ રેસ ઓન લેપમાં પણ સિલ્વર મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે.

લાયમાખાનના પિતા મુનાફ પઠાણ પહેલેથી જ રમત ગમતને વરેલા છે. તેઓ બાળકો અને યુવાનો રમત ગમતમાં પોતાનું કૌવત બતાવી શકે તે માટે બી ફોર યુ સ્પોર્ટ્સ નામથી એક સંસ્થાની ચલાવે છે. તેમના કહેવા મુજબ લાયમાખાન નાની હતી ત્યારે થોડી બોડી વધારે હતી એટલે તેઓ તેને જીએનએફસીના મેદાનમાં દોડવા લઈ જતા. જ્યાં બાળકોને સ્કેટિંગ કરતા જોઈ તેને પણ સ્કેટિંગ કરવાની ઈચ્છા થઈ અને ત્યાંથી સ્કેટિંગની શરૂઆત થઈ હતી. લાયમાએ સતત સ્કેટિંગની પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાએ સફળતા મેળવી હતી. જોકે રાજ્ય કક્ષાએ વડોદરામાં એક વખત નિષ્ફળ ગયા બાદ તેને વધુ પ્રેક્ટિસ હાથ ધરી હતી. દરમ્યાન કોરોના મહામારીમાં બધું ઠપ્પ થઈ જતા તેની પ્રેક્ટિસ ઉપર પણ બ્રેક લાગી હતી. કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં જ લાયમએ ફરી સ્કેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી સખત મહેનત કરી રાજ્યકક્ષાએ સફળતા મેળવી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા બાદ લાયમાખાન ચંદીગઢના મોહાલી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંદર 17 ની સ્કેટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરની અડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા.

ProudOfGujarat

ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતિએ ખેડા જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ProudOfGujarat

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!