Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુનાદીવાનાં પ્રગતિશીલ ખેડૂતને ગુજરાતનાં સૌથી વધુ સરેરાશ રાસ મુજબ શેરડી પકવતા એવોર્ડ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારમાં શેરડી તેમજ કેળનું મબલક અને ગુણવત્તાસભર પાકનું ઉત્પાદન થાય છે. નર્મદા કાંઠા વિસ્તારનો પાક વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. નર્મદા કાંઠા વિસ્તારની ફળદ્રુપ જમીનનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને ખેડૂતો દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે મબલખ ઉત્પાદન લેવાય છે જેના અસંખ્ય દાખલાઓ જોવા મળે છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં જુના દીવા ગામનાં પ્રજેશભાઈ હર્ષદભાઈ પટેલ તેનો જીવંત દાખલો છે. પ્રજેશભાઈ પટેલ દ્વારા લામ શેરડી પાકમાં રેગ્યુલર કાપણીમાં વિક્રમજનક ઉત્પાદન કરાયુ છે. પ્રજેશભાઈ પટેલ દ્વારા પીલાણ સીઝન ૨૦૧૯ માં ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો સરેરાશ હેક્ટરદીઠ ૨૨૪.૭૦૨ મેટ્રિક ટન ઉપજ મેળવી ઐતિહાસિક ઉત્પાદન કર્યું છે. જુના દીવા ગામના યુવાન ખેડુત પ્રજેશભાઈ હર્ષદભાઈ પટેલને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ ગાંધીનગર દ્વારા સ્વ. દયારામ ભાઈ પટેલ એવોર્ડ, હેક્ટર દીઠ ઉત્પાદનની સૌથી વધુ રાશ બાબતે રાજ્યકક્ષાના મંત્રી સહકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહન વ્યવહાર ગુજરાત રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આપવામાં આવ્યો હતો. આ વાર્ષિક સભામાં રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ખેડા : ઠાસરાના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં પુત્રીનું મોત, માતા ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

વડોદરા : કરજણનાં સોમજ દેલવાડા વિસ્તારમાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગના કર્મીઓને સફળતા મળી.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2124 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!