Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સ્ટેટ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં 13 સ્પર્ધકો ઝળકયા.

Share

અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરીથી લઇને ૬ માર્ચ સુધી ૫૬ મી ગુજરાત સ્ટેટ શુટિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ અસોસિએશનનાં 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 11 મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે અને આગળ પ્રિનેશનલ રમવા માટે પસંદગી પામેલ છે. આ સ્પર્ધામાં દસ વર્ષથી લઈને ૬૫ વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંના એક ભરૂચ જિલ્લાના પ્રણવભાઈ જોશી ૬૧ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે, આ ઉપરાંત ખુશી ચુડાસમા એક ગોલ્ડ, એક સિલ્વર એક બ્રોન્ઝ, તન્વી જોધાણી બ્રોન્ઝ, પૃથ્વીરાજ રણા સિલ્વર, માનવરાજ ચુડાસમા, અગમ આદિત્ય, સિદ્ધાર્થ પટેલ ત્રણે ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, સોમ વિસાવડીયાએ બે સિલ્વર મેડલ મેળવેલ છે. જ્યારે યશરાજ સેવનિયા, અધ્યયન ચૌધરી, પાર્થ સિંહ રાજાવત, વિધિ ચૌહાણ, અદિતિ રાજેશ્વરી, અનિલ પટેલ, હિરેન રાઠોડ બધા સ્પર્ધકોએ સ્ટેટ લેવલની શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇ ભરૂચનું નામ રોશન કરેલ છે.

ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિયેશનનાં પ્રેસિડન્ટ અરુણ સિંહ રાણા અને સેક્રેટરી અજય પંચાલ સ્પર્ધકોની પ્રોત્સાહન આપી આગળ નેશનલ લેવલે પૂરતી પ્રેકટીસ મળે અને ભરૂચ જિલ્લાના વધુ સ્પર્ધકો શૂટિંગ ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે. કોચ મિત્તલ ગોહિલ ભરૂચ ડીસ્ટ્રીકને વધુમાં વધુ મેડલ પ્રાપ્ત થાય અને ભરૂચ ડીસ્ટ્રીકનાં સ્પર્ધકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરે તેની પૂર્તિ તાલીમ આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત-ઐતિહાસિક ગોપી તળાવમાં મલ્ટિપ્લેકસ બનશે..સુરતીઓને એક જ જગ્યાએ આનંદ પ્રમોદ મળી રહેશે..

ProudOfGujarat

રાજપારડીમાં કરિયાણાની આડમાં દારૂનાં ગોળનું વેચાણ થતું હોવાની બુમ.

ProudOfGujarat

સુરતમાં ઓટો રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ લૂંટ કરનાર બે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!