ભરૂચ શહેરનાં એમ.જી રોડ પર આવેલ નામાંકિત હોસ્પિટલના ડોકટર અસ્લમ જહાં એ તેઓના જ ક્લિનિકમાં કામ કરતી ટ્રેનિંગ નર્સનાં હોમગાર્ડમાં ફરજ બજાવતા પતિ સામે જાનથી મારી નાંખવાની તેમજ ખોટા આરોપો કરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના એમ.જી રોડ પર આવેલ ડૉ.અસ્લમ જહાં ના ક્લિનિકમાં ટ્રેનિંગ નર્સ તરીકે ફરજ બજાવતી વહીદા વલ્વી તેઓની ફરજ દરમિયાન કોરોના પ્રોટોકોલ સહિતની બાબતોમાં નિષ્કાળજી દાખવતા હોય તેઓને હોસ્પિટલમાંથી ડોક્ટર દ્વારા કાઢી મુકવામાં આવ્યા હતા, જે બાદ વહિદા વલ્વીના પતિ અનિલએ હોસ્પિટલમાં જઈ ડોકટર અસલમ જહાંને તમાચો અને લાત મારી જાનથી મારી નાખવાની ધમકી અવામાં આવી હતી.
બાદમાં અસ્લમ જહાં પાસે પૂર્વ ટ્રેનિંગ નર્સનાં પતિ કે જે હોમગાર્ડમાં ફરજ બજાવે છે તેઓએ ડોકટર સામે ખોટા આક્ષેપો કરી જાનથી મારી નાંખવા સાથે એટ્રોસીટી જેવા કેસમાં અંદર કરાવવાની ધમકીઓ આપી રૂપિયા પડાવતા હોય ડોક્ટર અસલમ જહાં એ સમગ્ર મામલા અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પૂર્વ ટ્રેનિંગ નર્સના પતિ અનિલ રતિલાલ પરમાર સામે ફરિયાદ દાખલ કરવી હતી, મામલે એ ડિવિઝન પોલીસે ડોક્ટરની ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.