સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખનાં નામોને લઇ હવે ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખનાં સંભવિત નામો સામે આવ્યા છે.
ભરૂચ જીલ્લા પચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત છે, જે માટે ભાજપની ત્રણ મહિલા ઉમેદવારોની ચર્ચા છે. જેમાં ઝાડેશ્વર બેઠક પરથી ચૂંટાઈને આવેલ શૈલાબેન પટેલ કે જેઓ ગત ટર્મમાં પણ આજ બેઠક પરથી જિલ્લા પંચાયતમાં સભ્ય હતા, ભાજપ મહિલા મોરચામાં પણ તેઓ સક્રીય છે, તેમજ તાલુકા પંચાયતમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે, તેઓના નામની ચર્ચા ચાલી રહી છે.
તો બીજી તરફ ઝઘડિયાનાં સુલતાનપુરા બેઠક પરથી ચૂંટાઈ આવેલ ગાયત્રીબેન માટીએડા કે જેઓ 2005 થી 10 ના વર્ષ સુધી જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે અને 2015 નાં વર્ષ સુધી ભાજપ મહિલા મોરચામાં કારોબારી અધ્યક્ષની જવાબદારી નિભાવી ચુક્યા છે, તેઓ નામની પણ ચર્ચાઓ છે.
સાથે જ જબુંસરની કહાનવા બેઠક પરથી ચૂંટાઈ આવેલ અલ્પાબેન પટેલ કે જેઓ જંબુસરનાં ગજેરા બેઠક પર 1995 થી 2000 સુધી તાલુકા પંચાયતનાં સભ્ય હતા તેમજ હાલમાં કહાનવા જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાઇને આવ્યા છે તેઓના નામની પણ સંભવિત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચર્ચા છે.