Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

Share

રાષ્‍ટ્રીય મતદાતા દિવસ એટલે તા.૨૫ મી જાન્‍યુઆરી. પ્રતિવર્ષ તા.૨૫ મી જાન્‍યુઆરી દેશ સમસ્‍તમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર – ભરૂચ અને જનશિક્ષણ સંસ્‍થાન – ભરૂચના સંયુક્‍ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ – ભરૂચ ખાતે જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેના અધ્‍યક્ષસ્‍થાને રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૭ માં તથા રાષ્‍ટ્રીય મતદાર યાદી શુધ્‍ધતા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા. મતદાર જાગૃત્તિ સંબંધે રજૂ થયેલ ચિત્ર/નિબંધ/વકતૃત્‍વ સ્‍પર્ધાની કૃતિઓના વિજેતાઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર પણ એનાયત કરાયા હતા. સાથે સાથે દિવ્‍યાંગ તથા સતાયુ મતદારને પણ શાલ ઓઢાડી સન્‍માનિત કરાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો ધ્‍વારા દિપ પ્રાગટયથી થયો હતો.

કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેએ જણાવ્‍યું હતું કે, શાળા-કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં જે રીતે સમજદારીપૂર્વક સાચા જવાબો અપાયા છે તે જ લોકશાહીની સાચી જીત થઇ કહેવાય. તેમણે ભારત દેશ એ લોકશાહીને વરેલો છે અને લોકશાહીના લોકતંત્રમાં સેન્‍ટરમાં કોઇ હોય તો તે મતદાતા છે તેમણે ગરીબ હોય તે તવંગર હોય દરેક નાગરીકને મતદાનનો અધિકાર હોવાનું જણાવી દેશની યુવા શક્‍તિ દેશની પ્રગતિના પ્રવાહને ગતિ આપવા મતદાનમાં પોતાનો સક્રિય સહયોગ આપી રાષ્‍ટ્રના વિકાસમાં સહભાગી બનવા ઉપસ્‍થિત સૌને અનુરોધ ર્ક્‍યો હતો. તેમણે મતદાર અધિકાર, તેમની ફરજો, મતદાર જાગૃતિ અંગે ચૂંટણીપંચના માર્ગદર્શન કાર્યક્રમોની માહિતી આપી હતી. સાથે મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કામગીરી કરનાર તમામ મદદનીશ નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અીધકારી તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા સ્‍ટાફ સુપરવાઇઝર/બીએલઓની કામગીરીને બિરદાવી હતી.

Advertisement

આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટરશ્રી દેસાઇએ ભારતના ચૂંટણીપંચ ધ્‍વારા ઉજવાતા પર્વની વિગતો આપી રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

કલેક્‍ટરશ્રીએ મતદારોએ લેવાની પ્રતિજ્ઞા ઉપસ્‍થિત તમામ યુવા મતદારો તથા મહાનુભાવોને લેવડાવવામાં આવી હતી. જનશિક્ષણ સંસ્‍થાન – ભરૂચના ડાયરેક્‍ટર શ્રી ઝૈયનુલ સૈયદ ધ્‍વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સાથે રાષ્‍ટ્રીય મતદાર દિવસની ઉજવણી સંદર્ભે ક્‍વીઝ સ્‍પર્ધા યોજી વિજેતા વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્‍સાહિત ર્ક્‍યા હતા. પ્રારંભમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ધર્મેન્‍દ્રસિંહ ચૌહાણે સ્‍વાગત પ્રવચન ર્ક્‍યુ હતું.  જનશિક્ષણ સંસ્‍થાન – ભરૂચ ધ્‍વારા પ્રાર્થના રજૂ થઇ હતી. અંતમાં આભારવિધિ ભરૂચના મામલતદારશ્રી  પટેલે કરી હતી.

આજના આ કાર્યક્રમ પ્રસંગે કલેક્‍ટર કચેરી, ચૂંટણી શાખા તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ, જનશિક્ષણ સંસ્‍થાના સદસ્‍યો, બીએલઓ-સુપરવાઇઝરશ્રીઓ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વરિષ્‍ઠ નાગરિકો, યુવા મતદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

હોસ્‍ટેલ ગ્રાઉન્‍ડ થી ઓમકારનાથ ઠાકુર હોલ સુધી મતદાર જાગૃતિ રેલીનું પણ આયોજન કરાયું હતું. આસીસ્‍ટન્‍ટ કલેક્‍ટરશ્રી દેસાઇએ લીલી ઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.


Share

Related posts

ગોધરા એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર પિસ્ટલ અને કાર્ટિસ સાથે એક આરોપીની ધરપકડ કરી.

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મોલ પાસે ટોપ એફ.એમ ભરૂચ દ્વારા ૧૫૦૦ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
error: Content is protected !!