Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને AHTU પોલીસે ઝડપી પાડયાં.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. નાસતા ફરતા ભાગેડુ આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ કરતાં ભરૂચમાં બાતમીનાં આધારે બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલતી હોય આથી પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાનાં માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઇ એન.એસ.વસાવા, પો.કો ધર્મેશભાઈ તથા (WPC) નિલય કુમારી છેલ્લા એક વર્ષથી મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં કલમ 498 (ક) 323, 574, 506(2), 114 મુજબનાં ગુનાનાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી જેમાં (1) શબ્બીર ઇકબાલ પટેલ રહે.મોનાપર્ક સોસાયટી, બાયપાસ રોડ ભરૂચ (2) નુરજહા આશિફ શેખ રહે.નેશનલ પાર્ક, ભરૂચ બંને આરોપીઓ તેમના ઘરે આવેલ હોવાની બાતમીનાં આધારે પોલીસ તપાસ કરતાં આરોપીઓ પોતાના ઘરે મળી આવેલ જેઓને પોલીસે ડિટેન કરી ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થતાં અષાઢી બીજથી ખુલશે અક્ષરધામ મંદિરના દ્વાર…

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ દેશની આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણીને અનુલક્ષી ગોધરા ખાતે કલેકટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં ભંગારના વેપારીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!