ભરૂચ જીલ્લામાં અવારનવાર પ્રોહીબિટેડ ગુનાઓને શોધી કાઢવા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ભરૂચ એ ડિવીઝન પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પત્તા-પાનાં વડે જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, રેન્જ વડોદરા, ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સૂચના મળી હતી કે જીલ્લામાં જુગારની ચાલતી અસામાજીક પ્રવૃત્તિને ડામવા માટે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવી આથી મદદનીશ પોલીસ અધિકક્ષક વિકાસ સુંડાનાં માર્ગદર્શન મુજબ એ ડિવીઝન પોલીસ દ્વારા પોલીસ ઈન્સ્પેકટર એ.કે ભરવાડની સૂચના અનુસાર સર્વેલન્સનાં માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીનાં આધારે પ્રોફેસર જીન કંપાઉન્ડ એસ.ટી. ડેપો પાછળ ભરૂચનાં 6 શખ્સોને (1) રમજાન ઇદ્રીસ શેખ રહે.પ્રતિષ્ઠા સોસાયટી, નવજીવન હોટલની પાછળ, કાપોદ્ર, અંકલેશ્વર (2) નરેન્દ્ર રમેશભાઈ વસાવા રહે. મોફેસર જીન કંપાઉન્ડ, એસ.ટી.ડેપો પાછળ, ભરૂચ (3) સંજયભાઈ મંગુભાઈ વસાવા રહે.રેલ્વે કોલોની, રેલ્વે સ્ટેશન, ભરૂચ (4) નિલેષ નાગજીભાઈ માછી રહે. મોફેસર જીન કંપાઉન્ડ, એસ.ટી.ડેપો પાછળ, ભરૂચ (5) કવલ મહેશભાઇ વસાવા રહે. ભારતીનગર-2, ભરૂચ (6) લાલભાઈ દેવાભાઇ મેર રહે. મોફેસર જીન કંપાઉન્ડ, એસ.ટી.ડેપો પાછળ, ભરૂચ નાઓને પોલીસે દરોડા દરમિયાન હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.47,500, મોબાઈલ નંગ 4 કિં.રૂ.18,000, વાહન નંગ 4 કિં.રૂ. 3,85,5000 મળી કુલ રૂ. 4,50,500 નાં મુદ્દામાલ સાથે 6 શખ્સોને પકડી પાડી તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.