Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી લોકોમાં ફફડાટ.

Share

ભરૂચ જીલ્લાની નજીક આવેલ અંકલેશ્વર હાઈવેને અડીને સ્ક્રેપ માર્કેટ આવેલ છે આ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી અહીંનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

મળતી વિગતો અનુસાર આજે સવારે અંકલેશ્વરનાં હાઇવે નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આગ લાગવા સહિતના મુદ્દે વેપારીઓને ત્યાં વિવિધ લાયસન્સ અને સેફટી અંગેની ખરાઈ શરૂ કરાઇ હતી. અહીં આ દરોડાથી કામ કરતાં કારીગરો, મજૂરો અને સ્ક્રેપ કબાડીની લે-વેચ કરનારાઓની આકરી પૂછપરછ હાથ ધરતા અહીંનાં વેપારીઓને રીતસરનો ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં સમયાંતરે કલેકટરનાં આદેશથી અને મામલતદારની ટીમ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં આજે સવારે યોજાયેલ કામગીરીમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની તેમજ મંજૂરી વગર ચાલતા કામકાજ પર દરોડો પાડવાથી આ વિસ્તારમાં સ્ક્રેપ કબાડીનું કામકાજ કરતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનાં ઉપક્રમે કોરોના વેક્સિન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

સીઝન 3 ની જાહેરાત પર વરુણ ભગત કહે છે કે, અનદેખી એ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને બસ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!