Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ને.હા. 48 પર પાલેજનાં વરેડીયા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં માતા – પુત્રના કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના માલકીનપુરા ગામમાં રહેતા શારદાબેન શૈલેષભાઈ વસાવા તથા તેઓના પુત્ર સંદીપ શૈલેષભાઈ વસાવા માલકીનપુરાથી મોટરસાયકલ પર સવાર થઈ અંકલેશ્વર જઈ રહ્યા હતા.

જ્યારે તેઓ વરેડિયા ગામ નજીક આવેલી ભૂખી ખાડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા શારદાબેન તેમજ સંદીપ મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા. અજાણ્યા વાહનની ટક્કરે ફંગોલયેલા માતા – પુત્રને માથાના તથા શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેઓનું પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

અંકલેશ્વરની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં બોગસ ઓળખ આપી કંપની ઉપર રૂઆબ છાંટતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : શેરપુરા ગ્રામ પંચાયત દ્વારા 17 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી.

ProudOfGujarat

ડાંગ : બીલીઆંબા પ્રાથમિક શાળા ખાતે સુબીર તાલુકા કક્ષાનું વાર્ષિક શૈક્ષણિક સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!