ભરૂચની એક ખાનગી શાળાનાં આચાર્ય દ્વારા બાળકોને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા ફરજ પાડવામાં આવી છે. શાળાનાં પ્રિન્સિપાલે બાળકોનાં વોટસએપ ગૃપમાં વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન ન કરતાં હોય અને બેદરકારીનાં કારણે પરિણામ ભોગવવા પડશે તેમજ તમામ વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનો કડક રીતે અમલ કરે તેવી સૂચના આપવામાં આવી છે.
ભરૂચની બી.ઇ.એસ યુનિયન હાઇસ્કુલનાં આચાર્ય દ્વ્રારા આજે શાળાનાં વિદ્યાર્થીઓનાં વોટસએપ ગૃપમાં એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારી બાદ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કર્યા પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓની હાજરી પણ નિયમિત થઈ ગઈ છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનું યોગ્ય રીતે પાલન ન કરતાં હોય તેમ જણાય છે. આ ગંભીર બેદરકારીનાં કારણે આપણે ભવિષ્યમાં પરિણામ ભોગવવા પડશે તેવો ચિંતાજનક મેસેજ વિદ્યાર્થીઓનાં વોટસએપ ગૃપમાં મૂકવામાં આવ્યો હતો.
અહીં નોંધનીય છે કે ટૂંક સમય પહેલા સુરત અને વડોદરામાં વિદ્યાર્થીઓનાં કોરોનાનાં રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા આવી પરિસ્થિતીનું નિર્માણ ભરૂચમાં ન થાય તેની સાવચેતીનાં ભાગરૂપે આવો મેસેજ ખાનગી શાળાનાં આચાર્યએ ગૃપમાં મૂકયો હતો તેમજ અંતમાં તેમ પણ જણાવ્યુ હતું કે વાલીઓ અને બાળકોએ સાવચેતી રાખવી જરૂરી છે.