આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા લીગલ એડ ક્લિનીકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં એસ.જે રાજેસર (ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, ભરૂચ), જે. ઝેડ.મહેતા સર (સેક્રેટરી સિનિયર ડિસ્ટ્રીકટ જજ, ભરૂચ) તથા એ .વાય મંડોરી સર (જિલ્લાસમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરૂચ) , સંસ્થાના પ્રમુખ યશવંતભાઈ પટેલ સર, સેક્રેટરી / સીઇઓ સમીરભાઈ પટેલ સર હાજર રહ્યા હતા. સંસ્થાના દિવ્યાંગ બાળકોના વાલીઓ તથા આજુબાજુના ત્રાલસા, કોઠી, દયાદરાના દિવ્યાંગ ભાઈ / બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લીગલ એડ ક્લિનીક શરૂ થતા દિવ્યાંગ ભાઈ બહેનોએ પોતાના પ્રશ્નોની ચર્ચા પણ એડવોકેટ ભરતસિંહ ચાવડા સર (બાર એસસિયેશનના પ્રમુખ) સાથે કરી હતી.
જે.ઝેડ મહેતા સરે ઉપસ્થિત દિવ્યાંગ ભાઈ-બહેનોને પોતાનાં પ્રશ્નો, મુશ્કેલીઓની ચર્ચા દર બુધવારે સવારે ૧૦ થી ૧:૦૦ દરમિયાન ક્લિનીકમાં કરી શકો છો અને પ્રશ્નોનો નિકાલ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું તેવું જણાવ્યું હતું અને આ ક્લિનીકની નિ:શુલ્ક સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય મંડોરી સાહેબે પણ કહ્યું હતું કે જ્યાં પણ અમારા સહયોગની જરૂર પડશે ત્યાં અમે સાથે હંમેશા આપની સાથે છીએ અને જરૂરી માર્ગદર્શનની જરૂર હશે ત્યાં અને સાથે છીએ તથા જરૂરી મટીરીયલ પૂરું પાડીશું તેવું જણાવ્યું હતું. સંસ્થા પ્રમુખ યશવંતભાઈ પટેલ સાહેબ આવા ઉત્તમ કાર્ય માટે અસ્મિતાનું સ્થળ પસંદગી કરવા બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની આભાર વ્યક્ત કર્યો હતો. એસ.જે. રાજે સર (ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ) તથા જે. ઝેડ મહેતા સરના હસ્તે દિપ પ્રાગટ્ય કરી, રિબીન ખોલી લીગલ એડ ક્લિનીકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.