ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ચુંટણીઓ બાદ જાહેર જનતા જોગ સંદેશ આપ્યો હતો. તેમણે આપેલ એક સંદેશમાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની હાલમાં યોજાઇ ગયેલ ચુંટણીમાં જનતાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટીને જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો અમે સ્વીકારીએ છીએ. પ્રજાનો જે ચુકાદો હોય છે એ સર્વોપરી હોય છે. વઘુમાં તેમણે જણાવ્યું કે ખાસ કરીને ભારત લોકશાહી દેશ છે. અને આ લોકશાહી દેશની અંદર જ્યારે એક તરફી કોઇ એકજ પાર્ટીને આખા ગુજરાતની કુલ ૩૧ જિલ્લા પંચાયતોમાં સત્તા મળે તે બાબતે પ્રજામાં પણ શંકા હોવાની વાત કરીને ચુંટણીઓ બેલેટ પેપર સાથે યોજાય તેવી માંગ કરીને વોટીંગ મશીનોથી યોજાતા મતદાન બાબતે શંકા વ્યક્ત કરી હતી. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ આવો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. બીટીપી અધ્યક્ષે વધુમાં મોંઘવારી, ડીઝલ પેટ્રોલ તેમજ ગેસ સિલિન્ડરના ભાવના પ્રશ્નો ઉપરાંત જીએસટી, લોકડાઉનનાં પ્રશ્નો, ખેડૂત આંદોલનના પ્રશ્નો પછી પણ બીજેપીને આટલી જીત મળતી હોઈ તો તે બાબતે કંઇક શંકા હોવાની વાત સાથે આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ : ચૂંટણીઓ બાદ બીટીપી અઘ્યક્ષ મહેશ વસાવાનો જાહેર જનતા જોગ સંદેશ.
Advertisement