Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

Share

ભરૂચનાં દહેજ ખાતે બિરલા કોપરનાં કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર આપધાત કર્યાનું બહાર આવ્યું છે.

દહેજની બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાનાં રહેવાસી વિજેન્દ્ર અમરસિંગ ચૌધરીએ કંપનીનાં ટાઉનશીપમાં આપધાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કર્મચારી પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટમાં જણાવેલ કે કોઈને મારી મોતનો જવાબદાર ન ગણવોના ઉલ્લેખ સાથે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કર્મચારી છેલ્લા 17 વર્ષથી ફેફસાનાં કેન્સરથી પીડાતા હતા અને તેઓનું ઓપરેશન થયેલ છતાં પણ તબિયતમાં સુધારો ના આવતા તેઓએ આપધાત કર્યાનું જાણવા મળેલ છે. આ કર્મચારીની લાશને પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, મૃતકને સંતાનમાં બે પુત્ર છે જેઓ માતા સાથે ભરૂચ રહેતા હતા. આ બનાવ બન્યા બાદ દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

ProudOfGujarat

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાં વનવિભાગે મગર પકડી પાડી ગણેશ મંડળોને ભયમુક્ત કર્યા

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ધોળ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!