Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એકસાલ ખાતે નબીપુર સી.સી. અને હિંગલોટ સી.સી. વચ્ચે T20 મેચની ફાઇનલ રમાઈ, નબીપુર સી.સી. નો 21 રને વિજય થયો.

Share

એકસાલ ખાતે T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ નબીપુર સી.સી. અને હિંગલોટ સી.સી. વચ્ચે રમાઈ હતી. જેમાં નબીપુરની ટીમે પરવેઝ ઘાસવાળાના સુકાની પદ હેઠળ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 152 રન બનાવ્યા હતા.

જેમાં સલીમ દિવાંનના 4 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 30 બોલમાં 36 રનનો ફાળો આપ્યો હતો. જવાબમાં હિંગલોટ સી.સી. ની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 131 રન બનાવ્યા હતા. જેમાં મહમદ જમાદારે 5 ચોગ્ગાની મદદથી 44 બોલમાં 39 રન બનાવ્યા હતા. સલીમ દીવાનને મેન ઓફ ધ મેચ અને મહમદ જમાદારને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. આ ફાઇનલ મેચનો નબીપુરના ક્રિકેટ રસિયાઓ ખૂબ આંનદ મળ્યો હતો અને નબીપુરની ટીમ વિજેતા થતા નબીપુર ગામમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા  ઇનહાઉસ સોશિયલ એક્ટિવિટી અંતર્ગત અંકલેશ્વરની બે શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી..

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર તુલસીધામ ખાતે શિવ દર્શન મેળાના અંતિમ દિવસે મહા આરતી યોજાઇ.

ProudOfGujarat

પોલીસ કર્મચારીનુ ચક્કર આવતા પડી જતા મોત નીપજ્યુ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!