Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતનાં નબીપુરનાં વિજેતા ઉમેદવારોનો નબીપુર ખાતે સત્કાર સમારંભ યોજાયો.

Share

તાજેતરમાં જ સંપન્ન થયેલ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતની નબીપુર બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જીતી છે. જે અન્વયે નબીપુર ગામની જનતા તરફથી એક સત્કાર સમાંરંભ રાખવામાં આવ્યો હતો. જેમાં નબીપુર જિલ્લા પંચાયત બેઠકના વિજેતા સભ્ય સોનલબેન વસાવા અને નબીપુર તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર શકીલ અકુજીનું પુષ્પગુચ્છ અને ફૂલમાળાઓથી સત્કાર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સલીમભાઈ નવેથાવાળા અને હસુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. શકિલભાઈએ આ પ્રસંગે બંને ઉમેદવારોને વિજેતા બનાવવા બદલ સદર વિસ્તારના મતદારોનો આભાર માન્યો હતો અને ગત સમયના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે ગામમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાકુબ પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જીમ્નાસ્ટીક સ્પર્ધાઓનો પ્રારંભ.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય વીડ કોન્ફરન્સમાં કૃષિ મહાવિદ્યાલયના ભરૂચના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.

ProudOfGujarat

પાલેજ પંથકમાં ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી…

ProudOfGujarat
error: Content is protected !!