Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર-જીત ગૌણ ગણાવતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા.

Share

ભરૂચ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ ગઈ આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ દ્વારા જાહેર જનતાનો તેમજ કોંગ્રેસનાં કાર્યકરોએ ચૂંટણી દરમિયાન કરેલ કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

એક નિવેદનમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીલ્લાનાં તમામ મતદારોનો કોંગ્રેસ પક્ષ આભાર માને છે. ચુંટણીમાં હાર-જીત ગૌણ બાબત ગણાય છે. કોંગ્રેસ પક્ષ પ્રજાનાં પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેશે. કોંગ્રેસનાં તમામ નાના-મોટા કાર્યકરોનો પણ આ તકે હું આભારી છું. જેમણે કોંગ્રેસ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડી છે. વિજય બનેલા તમામ ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું અને પરાજીત ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી. પ્રજાનાં ચુકાદાને સ્વીકારી આપણે સૌ જનહિતનાં કાર્યો કરવાના હોય તેમજ ભરૂચ નગરપાલિકામાં મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરી તમામ મતદારોનો ઋણ સ્વીકાર કરું છું.

Advertisement

Share

Related posts

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

અંકલેશ્વર : 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલા સુરતના યુવાનને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!