Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર સબ પોસ્ટ ઓફિસનાં પોસ્ટમેન વયમર્યાદાને કારણે નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

Share

ભરૂચ તાલુકાના નબીપુરની સબ પોસ્ટ ઓફિસમાં છેલ્લા 15 વર્ષથી પોસ્ટમેનની ફરજ બજાવતા જયંતિભાઈ સોલંકી આજરોજ તેમની વાયમર્યાદાને કારણે સેવા નિવૃત થયા છે. જેમનો એક વિદાય સમારંભ હોટલ દર્શન ઉપર આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં સબ પોસ્ટ માસ્તર નબીપુર મિતેશ વડાદિયા સાથે એસ.પી. એસ. કે. પાંડે, આસી. સુપરિટેન્ડન્ટ સબ ડિવિઝન કપિલ વર્મા, GNFC ના પોસ્ટ માસ્ટર દિપક બોદેવાળા, શુકલતીર્થના પોસ્ટ માસ્ટર સંજય વસાવા, ઉર્જાનગરના એસ.પી.એમ. સલીમ બાપુ, ઇખરના એસ. પી. એમ. દાઉદ હાજી હાજર રહયા હતા. તમામે નિવૃત થતા પોસ્ટમેન જયંતિભાઈ સોલંકીને તેમના જીવનની હવે પછીની જિંદગી માટે શુભકામનાઓ પાઠવી હતી. જયંતિભાઈની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમના નિવૃત થવાથી સ્થાનિક પ્રજામાં તેમની ખોટ સાલશે.

યાકુબ પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા : ડીપ્લોમા અને ડીગ્રી ઉમેદવારો માટે એન્જીનીયરીંગ કોલેજ ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો.

ProudOfGujarat

સુરત : કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો.

ProudOfGujarat

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કારોબારી બેઠક, કાર્યકર્તાઓને કામે લાગી જાવા તાકીદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!