Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તંત્રની કામગીરીને આખરી ઓપ, તમામ બુથ પર ઇવીએમ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ.

Share

– જિલ્લામાં 1363 મતદાન મથકો પેકી 367 અતિ અને 347 સંવેદનશીલ.
– 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે 7886 સ્ટાફની ફાળવણી.
– ભરૂચ પાલિકાની 44 બેઠકો માટે સૌથી વધુ 149 ઉમેદવારો, 30 અપક્ષો નવાજુની કરશે.

ભરૂચ જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 348 બેઠકો માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. ચારેય પાલિકા માટે 246 અને જિલ્લા- તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે. પાલિકાની ચૂંટણીમાં 2,64,707 મતદારો અને જિલ્લા તાલુકા પંચાયત માટેની ચૂંટણીમાં 9,30,372 મતદારો મતદાનમાં ભાગ લેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે મુકત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. એમ.ડી. મોડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાય છે. તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે . સ્થાનિક સ્વરાજયની ત્રણેય સંસ્થાઓની કુલ 348 બેઠક માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે . જેમાં ચારેય નગરપાલિકા માટે 246 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે.

વિગતવાર જોઇએ તો ભરૂચ પાલિકાના 11 વોર્ડમાં 1,58,591 મતદારો, અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડમાં 58,153 મતદારો, જંબુસર પાલિકાના 7 વોર્ડમાં 35,155 મતદારો અને આમોદ પાલિકાના 6 વોર્ડમાં 12,808 મતદારોનો સમાવેશ થાય છે .

ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ભાજપા-44, કોંગ્રેસ- 43, આમ આદમી પાર્ટી -12, AIMIM -6, અન્ય -14, અપક્ષ -30 મળી કુલ 149 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 148 મતદાન મથકોએ મતદાન યોજાશે.

અંકલેશ્વર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે ભાજપા-34 , કોંગ્રેસ- 35, બહુજન સમાજ પાર્ટી -4, આમ આદમી પાર્ટી -2, અન્ય -14 અને અપક્ષ-11 મળી કુલ 100 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 52 મતદાન મથકોએ મતદાન યોજાશે.

Advertisement

આમોદની કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપા-24, કોંગ્રેસ-24, અન્ય-8 અને અપક્ષ -25 મળી કુલ 81 ઉમેદવારો વચ્ચે યોજનારી ચૂંટણી સ્પર્ધા માટે 14 મતદાન મથકોએ મતદાન યોજાશે.

જંબુસર પાલિકાની 7 વોર્ડમાંથી 28 બેઠકો માટે ભાજપા -28, કોંગ્રેસ 19, અન્ય -7 અને અપક્ષ – 52 મળી 106 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધામાં 32 મતદાન મથકોએ મતદાન યોજાશે.

કુલ 33 બેઠકો ઉપર ભાજપા -33, કોંગ્રેસ -33, આમ આદમી પાર્ટી -2, એઆઇએમઆઇએમ -1, અન્ય -19 અને અપક્ષ -7 મળી 95 ઉમેદવારો 181 બેઠકો માટે થનારી ચૂંટણીમાં ભાજપા 181, કોંગ્રેસ -180, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી -1, આમ આદમી પાર્ટી -13 , એઆઇએમઆઇએમ -6, અન્ય -75 , અપક્ષ -19 મળી 495 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધામાં જિલ્લાના નવ તાલુકાનાં કુલ ૧૧૧૭ મતદાન મથકોએ મતદાન યોજાશે.

જિલ્લા અને તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોમાં 274 અતિ સંવેદનશીલ અને 290 સંવેદનશીલ છે. જ્યારે 553 સામાન્ય છે. 4 પાલિકાના 246 મતદાન મથકમાં 93 અતિ સંવેદનશીલ, 57 સંવેદનશીલ અને 96 સામાન્ય છે.

પંચાયતોની ચૂંટણીમાં 1278 પ્રિસાઈડિંગ ઓફિસર, 1278 આસી. પ્રિસાઈડિંગ, 1310 પોલિંગ ઓફિસર-1, 1288 પોલિંગ ઓફિસર-2, 1278 પટ્ટાવાળા મળી 6432 નો સ્ટાફ રહેશે. 4 પાલિકામાં મતદાન મથકોએ કુલ 1454 નો સ્ટાફ ફરજ બજાવશે.


Share

Related posts

ભરૂચ જીલ્લા ના વાલિયા.નેત્રંગ.તેમજ ઝઘડિયા તાલુકા ના કેટલાય ગામો માં આજ રોજ સાંજ ના સમયે ધરતીકંપ ના આંચકા અનુભવાતા લોકો માં ઘરભરાત ફેલાયો હતો

ProudOfGujarat

અંકલેશ્વર- ભાજપ જિલ્લા યુવા પ્રમુખ ના હસ્તે શેરવાની ના શોરૂમ ઓપનિંગ કરવામાં આવ્યું..

ProudOfGujarat

ભરૂચની સાધના વિદ્યાલય ખાતે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!