આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભય મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલીંગનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ તેમજ ટંકારીયા વિસ્તારમાં આગામી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજન રૂપે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદના વિસ્તારોમાં BSF ની ફ્લેગ માર્ચ યોજાઇ હતી.
આયોજિત ફ્લેગ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યા, પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓ તેમજ નબીપુર પોલીસ મથકના પોલીસ કર્મીઓ અને ભરૂચના નવનિયુક્ત પોલીસ કર્મીઓ જોડાયા હતા. ફ્લેગ માર્ચના પગલે નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું.
યાકુબ પટેલ : પાલેજ
Advertisement