Proud of Gujarat
INDIAFeaturedGujarat

આખરે પતંગ ચગી, અમદાવાદનાં જમાલપુરથી AIMIM ની ગુજરાતનાં રાજકારણમાં એન્ટ્રી, પ્રથમવાર AMC માં જોવા મળશે ઓવૈસીનાં ઉમેદવાર..!!!

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહાનગર પાલિકાનાં મતદાનમાં ભાજપે કોંગ્રેસનાં સુપડા સાફ કર્યા ત્યાં આપ એ સુરતથી ગુજરાતી રાજકીય વાતાવરણમાં પોતાનો પગ પેસારો કર્યો, એ વચ્ચે બીટીપી અને એ.આઈ.એમ.આઈ નાં ગઠબંધનનું કોઈ કમાલ આ પરિણામોમાં જોવા ન મળ્યો હતો.

પરંતુ સાંજ પડતાં પડતાં આખરે અમદાવાદનાં જમાલપુર વોર્ડનાં લોકોએ ઓવૈસીની પાર્ટીને ડૂબતા બચાવી લીધી અને જ્યાં એક પણ બેઠક ન જીતનાર પાર્ટી આખરે જમાલપુર બેઠકના 4 અને મકતમપુરા બેઠકના 3 ઉમેદવારોને જીત અપાવી પોતાની આ રાજકીય સફળમાં સાબિતી આપી હતી, મહત્ત્વનું છે કે એ તરફ ભાજપનું કમળ પંજાને કચડીને આગળ વધ્યું તો સુરતમાં ખુદ ભાજપના ભાવ સામે આપે સારું પ્રદશન કરી અરવિંદ કેજરીવાલ સામે તેઓની પાર્ટીના ગુજરાતમાં પરફોર્મન્સની નોંધ લેવડાવી, પરંતુ સંજોગો વસાહત આજે જ્યારે ઓવેસી ખુદ ગુજરાતમાં હતા ત્યારે બપોર સુધી ટીવી સ્ક્રીન પર AIMIM 0 ની સ્થિતિમાં હતું.

Advertisement

બપોર બાદથી જ્યારે જમાલપુર, મકતમપુરા સહિતની બેઠકોના પરિમાણ આવ્યા ત્યારે AIMIM માટે સારા સમાચારો સામે આવ્યા અને અમદાવાદ AMC માં ઓવૈસી ની પતંગ આખરે પહોંચી હતી, જેમાં જમાલપુર બેઠકનાં 4 ઉમેદવારોએ જીત હાંસિલ કરી તો મકતમપુરામાં 3 ઉમેદવારો આમ કુલ 7 ઉમેદવારોએ ઓવૈસીના ગુજરાત પ્રવાસને સફળ બનાવી નવી આશાઓ આપી હતી.


Share

Related posts

રાજપીપળાની મધ્યમાં આવેલ રજવાડા સમયની જર્જરિત કન્યાશાળાની હરાજી ટાણે વિવાદ.

ProudOfGujarat

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!