બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ખોજબલ ગામ ખાતે ના ખેતર માં અજય ભાઈ ભીલ કામ અર્થે ગયા હતા ત્યાં નજીક માં ટ્રેકટર સાથે જોલી બાંધી તેઓના એક વર્ષીય બાળક આકેશ ને સુવડાવી ગયા હતા દરમિયાન અચાનક બે જેટલા શ્વાન એ આકેશ ઉપર હુમલો કરી ગળા ના તેમજ શરીર ના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડી હતી……
શ્વાન ના હુમલા નો ભોગ બનેલા બાળક આકેશ ની બુમાં બૂમ સાંભળી સ્થાનિક ખેતર માં કામ કરતા લોકો અને તેના પરીવાર જનો એ દોડી જઇ આકેશ ને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે નવેઠા ગામ તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવતા હાજર તબીબો એ આકેશ ને મૃત જાહેર કરતા આકેશ ના પરીવાર જનો માં ભારે આઘાત ની લાગણી છવાઈ હતી …..
ભરૂચ જીલ્લા માં શ્વાન ના વધતા હુમલાઓ થી અસંખ્ય લોકો જખ્મી થતા હોય છે ત્યારે શ્વાન નો ભોગ બનેલ ફુલ જેવા માસુમ બાળક ના મોત થી તંત્ર ની શ્વાન ના સામે ની ઢીલાશ જોખમ કારક શહેર અને જીલ્લા માં બનતી હોય તેમ આ ઘટના બાદ થી કહી શકાય તેમ છે…
હારૂન પટેલ

