Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી પોલીસે પાલેજ નજીકથી શંકાસ્પદ ગુટખાનો માલ ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હાઈવે પર આવેલી સવેરા હોટલના પાર્કિંગમાં ઉભેલા આઇસર ટેમ્પામાંથી એલ.સી.બી પોલીસે બાતમીનાં આધારે એક ઇસમની આઈસર ટેમ્પો સાથે ધરપકડ કરી તેના પાસેથી બોરીઓ ભરેલ ગુટખાનો માલ જપ્ત કર્યો હતો. ટેમ્પો સહિત કુલ રૂ. 19,42,660/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર વાય.જી ગઢવી પો.સ.ઇ./એલ.સી.બી.ભરૂચની સુચના અન્વયે પરેશ ગોવિંદભાઈ અ.હે.કો. જોગેન્દ્રદાન ભુપત દાન/જયરામભાઈ નાઓને સંયુક્ત રીતે મળેલી બાતમીને આધારે ખાનગી તેમજ સરકારી વાહનોમાં પાલેજ ને.હા. ૪૮ ઉપર પેટ્રોલિંગમાં હતા. મળેલ બાતમીના આધારે એક આઇસર ટેમ્પો પાલેજ સવેરા રેસ્ટોરા (આઈ માતા) પાર્કિંગમાં ઉભેલ છે જેમાં શંકાસ્પદ ગુટખા જથ્થો ભરેલ છે. બાતમીના આધારે તપાસ કરતાં જીજે – ૧૯ – એક્સ – ૫૦૧૬ નંબરનો ટેમ્પો જેની ડ્રાઈવિંગ સીટ પર બેસેલ એક ઈસમ જેનું નામ મોહંમદ સમસાદ અબ્દુલ રઝાક શેખ ઉં.વ ૫૯ હાલ.રહે.મુશા રેસિડન્ટસ વાપી.જી.વલસાડ.મૂળ.રહે.ઇશાપુર/ યુ.પી. જેને ટેમ્પા માંથી ઉતારી પાછળની તાડપત્રી હટાવવાનું કહેતા જેમાં પ્લાસ્ટિકની મોટી બોરીઓ ૬૭ ભરેલ હતી જેમાં ગુટખા ભરેલ હતા. ગુટખાનાં બીલ તેમજ પુરાવા માંગતા નહિ હોવાનું જણાવેલ આઇસર ટેમ્પામાં 4k STAR તથા પ્રીમિયમ હમ સફર લખેલ ગુટખા પાઉચ નંગ – ૨૩૦૪૬ જેની કિંમત ૧૪,૪૨,૧૬૦ થાય છે. આઇસર ટેમ્પો પાંચ લાખ ગણી એક મોબાઈલ મળી કુલ.૧૯,૪૨,૬૬૦ નો મુદ્દામાલ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. જે અંગેની પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ

ProudOfGujarat

ભરૂચ : દયાદરા ગામેથી ભરૂચ રૂરલ પોલીસે રૂ. 1.70 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

કેવડિયા કોઠીની ગ્રામ સભામાં એરપોર્ટ,રેલવે લાઈનનો વિરોધ!!!!…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!