Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકામાં નબીપુર ખાતે આયોજીત હાશ્મી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રસાકસી વચ્ચે ઝાડેશ્વર ટીમનો ભવ્ય વિજય થયો હતો.

Share

ભરૂચ તાલુકામાં નબીપુર ખાતે આયોજીત હાશ્મી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રસાકસી વચ્ચે ઝાડેશ્વર ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે ટ્રોફી અને 8000 રૂ. નું રોકડ ઇનામ અપાયું હતું.

ભરૂચ તાલુકાના નબીપુર ખાતે અંદર 25 ની 8 મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે તા. 21 ફેબ્રુઆરી 2021 ના રોજ ઝાડેશ્વર ક્રિકેટ ટિમ અને નાસીર હેલો બોયસ ભરૂચ વચ્ચે સાંજે 4 વાગે ફાઇનલ મુકાબલો થયો હતો.

જેમાં ઝાડેશ્વરની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 8 ઓવરમાં 6 વિકેટના ભોગે 141 રન બનાવ્યા હતા જેના જવાબમાં નાસીર હેલો બોયસની ટીમે 8 ઓવરમાં 6 વિકેટના ભોગે 130 રન બનાવ્યા હતા. આમ કાંતેકી ટક્કર સમાન મુકાબલામાં ઝાડેશ્વર ની ટીમે 11 રને વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટનાં આયોજકો શોએબ અભુજી અને સફવાન ઢોકળિયા દ્વારા વિજેતા ટીમને ટુર્નામેન્ટની ટ્રોફી અને રોકડ 8000 રૂપિયાનું ઇનામ અપાયું હતું. સાંજે 4 વાગે શરૂ થયેલી ફાઈનલની મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓએ મજા માણી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ઝધડીયા : સિમધરા ગામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બાઇક સળગી.

ProudOfGujarat

માંગરોળ બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ProudOfGujarat

अपनी मौजूदगी में खुद पर आधारित बायोपिक देखने वाले संजय दत्त है पहले अभिनेता!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!