Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પાલેજ તેમજ ભરૂચ પોલીસ દ્વારા પાલેજ તેમજ ટંકારિયામાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી…

Share

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભય મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલીંગનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ તેમજ ટંકારીયા વિસ્તારમાં આગામી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજન રૂપે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત ફ્લેગ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓ તેમજ ભરૂચના નવનિયુક્ત પોલીસ કર્મીઓ જોડાયા હતા. ફ્લેગ માર્ચના પગલે નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ગુમ થયેલ બાળકને શોધી તેના પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ.

ProudOfGujarat

ભરૂચની આશુતોષ સોસાયટીમાં લટાર મારતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા ખાતે મામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓની કરાઇ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!