Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વ્હાલુ ગામનાં ખેતરમાંથી 6 લાખની કિંમતનાં 28 કિલોમીટર એલ્યુમિનિયમ તાર (વાયરો) ની ચોરી, ૩ થી વધુ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો.

Share

ભરૂચ તાલુકાનાં વ્હાલુ ગામ ખાતર આવેલ એક ખાનગી માલિકીનાં ફાર્મ પાસે રહેલ ડિ.જી.વી.સી.એલ કંપનીનાં કામ અર્થે મુકવામાં આવેલ ૨૮.૪ કિલોમીટર ના એલ્યુમિનિયમનાં તાર જેની કિંમત ૬,૦૬,૦૦૦ થાય છે જેની ચોરી થતા ખળભળાટ મચ્યો છે. આ મામલે તાલુકા પોલીસે ટેમ્પોના ડ્રાઇવર, મજૂરો સહિત ૩ જેટલા ઈસમો સામે વીજળી અધિનિયમ હેઠળ ચોરી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સમગ્ર મામલા અંગે માધવભાઈ ગોકળ ભાઈ ફળદુ નાઓએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી મોહન સિંગ પાંચુસિંગ રાવત (૨) રમેશ સિંગ મેનુ સિંગ રાજપૂત તેમજ લાડુ સિંગ ડુંગર સિંગ રાવત સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તમામ ફરાર આરોપીઓ ને ભરૂચ તાલુકા પોલીસે ઝડપી પાડવા અંગેની તજવીજ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ઉજવણીનો અનોખો લોક-ઉત્સવ વન મહોત્સવ

ProudOfGujarat

ઝુપડપટ્ટી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો.એક મહિલા રેલવે માર્ગે આવી કોટરીયા આપી પરત ફરી.સી-ડિવિઝન પોલીસે કુલ ૪૦૮૦૦ની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો.એક મહિલાની અટક,એક ફરાર..

ProudOfGujarat

અંકલેશ્વરમાં સાધુ બીડી પીતા જ શરીરે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!