સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભરૂચ, નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમ સીમાએ પહોંચ્યો છે, જ્યાં એક તરફ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં પેજ પ્રમુખના કાર્યક્રમ માં BTP ના 2 ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા તેઓ મચ્છર સમાન હોવાનું જણાવતા રાજકીય વાતાવરણમાં અચાનક ગરમાવો જોવા મળ્યો છે.
સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે આજે ઝઘડીયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ વળતા પ્રહાર કર્યા હતા અને સાંસદના નિવેદન સામે તેઓની સરખામણી બધુ આ પોપટ અને જોકર સમાન કરી હતી સાથે જ બીજેપી પાર્ટીનાં પોપટ છે તેમ જણાવી 5 મી અનુસૂચિ, ઇકોસેન્સેટિવ ઝોન જેવા મુદ્દાઓ પર ચૂપ છે તેમ જણાવી આકરા પ્રહાર કર્યા હતા.
Advertisement