૨૬ મી જાન્યુઆરી-૨૦૧૮ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ – ભરૂચ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ અંગે આયોજનને આખરી ઓપ માટે રીહર્સલનો કાર્યક્રમ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે સબંધિત વિભાગને સોંપાયેલી ફરજોનું અમલીકરણ કરવા પર ભાર મુકી રીહર્સલના ભાગરૂપે ધ્વજવંદન બાદ વિવિધ સંસ્થાઓ ધ્વારા રજૂ થનારા સાંસ્કૃત્તિક કાર્યક્રમોની વિવિધ કૃતિઓનું નિરીક્ષણ ર્ક્યું હતું. માર્ચપાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિભાગો ધ્વારા રજૂ થનારા વિવિધ ટેબલોનું પણ નિરીક્ષણ ર્ક્યું હતું અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વિવિધ સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠે તથા સમાજના તમામ વર્ગો, સંગઠનો, જાહેર સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રજાજનો રાષ્ટ્રીયપર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે તેવું આયોજન હાથ ધરવા જરૂરી સૂચનાઓ સ્થળ પર જ અમલીકરણ અધિકારીઓને આપવામાં આવી હતી. આ રિહર્સલના કાર્યક્રમ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ સહિત વિવિધ વિભાગોના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.