સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મતદાનનાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠક તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે ઉભા રહેલ ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિત અપક્ષ ઉમેદવારોએ પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. વહેલી સવારથી રાત્રી સુધી ચાલતા પ્રચારમાં ઉમેદવારો પોતાના પક્ષનાં ઉમેદવારોને વિજય બનાવવા માટે લોકોને મતદાન કરવા અંગેની અપીલો કરી રહ્યા છે. ભરૂચમાં વોર્ડ નંબર 7 નાં કોંગ્રેસનાં દિનેશ અડવાણની પેનલનાં સભ્યોને ગઈ કાલે પ્રચારમાં ઠેરઠેર આવકાર મળ્યો હતો,
તો અંકલેશ્વરમાં વોર્ડ નંબર 9 ની ભાજપની પેનલનાં સભ્યો સુરેશ પટેલ, પુષ્પા મકવાણા સહિતના પેનલનાં સભ્યોને લોકોએ પ્રચારમાં આવકાર્યા હતા.
ભરૂચ જિલ્લામાં રાજકીય નેતાઓ ગલીએ ગલીએ ફરી ગ્રુપ મિટિંગ, ડોર ટુ ડોર પ્રચાર તેમજ તે જ વિસ્તારોમાં કાર્યાલયો શરૂ કરી રહ્યા છે, અને મતદારોને પોતાની તરફેણમાં મતદાન કરવા અંગેના સૂચનો પ્રજા વચ્ચે જઈ કરી રહ્યા છે, સાથે જ ગત ટમમાં ઉભેલા સભ્યોની નિષ્ફળતાઓ અને પોતે કરેલા કાર્યો અંગે પણ લોકોને માહિતગાર કરી રહ્યા છે અને તેઓ ચૂંટાઈને આવશે તો તેમના થકી કયા પ્રકારના લોકહિતનાં કાર્યો કરવામાં આવશે તેની માહિતી જે તે વિસ્તારનાં મતદારો સુધી પહોંચી આપી રહ્યા છે.
મહત્વ નું છે કે કોરોના મહામારી બાદ પ્રથમવાર યોજાનારી રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને હોદ્દેદારો સહિત કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા ચર ત્યારે જોવું રહ્યું કે આગામી 28 મી એ મતદાન અને 2 માર્ચે પરિણામોમાં ક્યાં પક્ષને જનતા આશીર્વાદ આપી પોતાના નેતાને ચુની લાવે છે…!!