Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં પાલેજ જિલ્લા પંચાયત તેમજ પાલેજ – ૨ તાલુકા પંચાયતની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો…

Share

ભરૂચ જિલ્લાના પાલેજ – ૨૨ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તેમજ પાલેજ – ૨ તાલુકા બેઠકના ઉમેદવારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

પાલેજ – ૨૨ જિલ્લા પંચાયતના તેમજ પાલેજ તાલુકા -૨ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનુક્રમે અફજલ ઘોડીવાળા તેમજ મધુબેન વસાવાએ કંબોલી ગામમાં ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી કોંગ્રેસને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. બંને ઉમેદવારો સાથે તેઓના સમર્થકો પણ પ્રચારમાં જોડાયા હતા. હવે જોવાનું એ રહ્યું કે મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવે છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે…

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક સોસાયટીઓની ડ્રેનેજ લાઇન ગામની ખાડીમાં જોડી દૂષિત પાણી નિકાલ કરતાં સ્થાનિક લોકોમાં રોષ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર મહાવીર ટર્નિગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશન રોડ પર લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા ઉમટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!