ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોની યાદી વહેલી તકે જાહેર થતા જ ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે જેના પગલે અપક્ષ ઉમેદવારોએ પણ તમામ વોર્ડમાં પેનલો બનાવી ઉમેદવારો ઊભા રાખ્યા હતા જેમાં ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં ચૂંટણી ચિન્હો આ પાસ ઉમેદવારોને ફાળવણીમાં વિવાદ ઊભો થયો હતો. અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ચિન્હ એક જ તમામ ઉમેદવારોને ફાળવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને અંતે વાદ વિવાદ વચ્ચે પણ અપક્ષ ઉમેદવારોએ વાંધા અરજી સાથે ચૂંટણી ચિન્હો મેળવ્યા હતા.
ભરૂચમાં ભાજપ-કોંગ્રેસમાંથી નારાજ થયેલા કેટલાય હોદ્દેદારોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં જનતા અપક્ષ એક મંચ પણ આવી ૨૫ થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને આ તમામ ઉમેદવારોએ એક જ ચૂંટણી ચિન્હની માંગ ઉઠાવી હતી પરંતુ ચૂંટણી આયોગ મુજબ અપક્ષ ઉમેદવારને અલગ અલગ ચિન્હો ફાળવવાના હોય છે પરંતુ જનતા અપક્ષ ઉમેદવારો એક જ ચિન્હ ફાળવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને એસ.ડી.એમ. ની ઓફિસમાં જ ધરણા પ્રદર્શન શરૂ કરાતા પોલીસ કાફલાને બોલાવવાની ફરજ પડી હતી અને આ અપક્ષ ઉમેદવારોના ચૂંટણી ચિન્હના વિવાદ અંગે પ્રાંત અધિકારી નવનીત પ્રજાપતિએ સ્પષ્ટતા કરી હતી.
અપક્ષ ઉમેદવારોએ પણ તંત્ર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અપક્ષ ઉમેદવારો જે એક જ ચૂંટણી માંગ કરી હતી જેને પ્રાંત અધિકારી માન્યા ગણતા નથી અને અપક્ષ ઉમેદવારોને 4 ચિન્હોની ફાળવણી કરવામાં આવી છે અને તમામ અપક્ષ ઉમેદવારોએ વાંધા અરજી સાથે ચૂંટણી ચિન્હ સ્વીકારી લીધા છે અને આગામી દિવસોમાં આ બાબતે હાઈ કોર્ટમાં જવાની ચીમકી અપક્ષ ઉમેદવારોએ ઉચ્ચારી હતી. જોકે અધિકારીઓ સત્તાપક્ષના ઇશારે કામ કરી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. અપક્ષ ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા કે નોટીસ બોર્ડ ઉપર કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના સમર્થકો અને ટેકેદારોની નકલો મૂકવામાં આવી હતી જ્યારે સત્તા પક્ષના ઉમેદવારો અને ટેકેદારોની યાદી જાહેર ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.