ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલા શિક્ષકો અને અધ્યાપકોના ચૂંટણીલક્ષી કામગીરી કરવાના ઓર્ડર કાઢવામાં આવતા જ કેટલાય રાજકીય પક્ષો સાથે જોડાયેલા શિક્ષકો અને પ્રાધ્યાપકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જોકે ચૂંટણીની કામગીરી નહીં કરે તો તેઓને કારણ દર્શક નોટિસ આપવાની ધમકી આપવામાં આવતા શિક્ષકો અને પ્રાધ્યાપકોએ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ મામલતદાર કચેરીના નાયબ મહિલા મામલતદારને આ અંગે જાણ કરતા તેઓએ પ્રાધ્યાપકો સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાની વાત જાણવા મળી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીમાં ચોક્કસ પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા હોય અને પ્રચાર કાર્યથી અળગા કરવા માટે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરવાના ઓર્ડરો કાઢવામાં આવ્યા હોવાની વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે જેના કારણે શિક્ષકો અને પ્રાધ્યાપકો અને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે તો ચૂંટણી કેટલી પારદર્શિતાવાળી રહેશે તેની ઉપર સવાલ ઊભા થયા છે જેના પગલે વિવિધ કોલેજના પ્રાધ્યાપકોએ ચૂંટણીની કામગીરીથી રાજકીય પક્ષો સાથે જોડાયેલા પ્રાધ્યાપકોને દૂર રાખવાની માંગ ઉઠાવી છે કારણ કે રાજકીય પક્ષો સાથે જોડાયેલા પ્રાધ્યાપકો ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થતાં કલેકટર અને મામલતદાર રજૂઆતો કરી હતી.
ભરૂચમાં કોલેજનાં પ્રાધ્યાપકો રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવા છતાં ચૂંટણીની કામગીરી સોપાતા વિવાદ.
Advertisement