Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં આજે એસ.બી.આઇ. બેન્કમાંથી ચાર કોરોના પોઝિટિવ મળી આવ્યા…

Share

છેલ્લા એક વર્ષથી ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો પરંતુ ચૂંટણી નજીક આવતા જ કોરોનાની સંખ્યામાં ઘટાડો પણ થયો હતો તો ભરૂચ શક્તિનાથ શાખાની એસ.બી.આઇ.માં બેંક મેનેજર સહિત અન્ય ત્રણ મળી ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં કોરોના અંગે સાવચેતી જોવા મળતી નથી જેના કારણે ભરૂચ જિલ્લામાં કોરોના વકરી રહ્યો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાનું કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેના અંતિમ સંસ્કાર કોંવિડ ૧૯ સ્મશાન ખાતે કરાયા હતા.

ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો નોંધાયો હતો પરંતુ ભરૂચવાસીઓમાં કોરોના અંગે સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ભરૂચમાં કોરોનાનો પ્રકોપ પુનઃ ઊભો થઈ રહ્યો છે જેમાં ભરૂચના શક્તિનાથ નજીકની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર સહિત બેન્કમાં રહેલા અન્ય ત્રણ કર્મચારી ચાર લોકોને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. કોરોના પોઝિટિવ મળી આવ્યા છતા પણ બેંક સવારથી જ લોકોથી ધમધમતી જોવા મળી હતી. કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા બાદ પણ લોકોની અવર-જવર યથાવત રહેતા કોરોના વકરે તો નવાઈ નહીં. એક જ બેંકની શાખામાંથી ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા બાદ પણ બેંક ચાલુ રાખવામાં આવી હતી જેના કારણે બેંકમાં આવતા લોકોને પણ કોરોનાનો ભય સતાવી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છતાં પણ તંત્ર પણ હવે નિષ્ક્રિયતા દાખવી રહ્યું હોય તેવા આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે જેના પગલે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહીં જે રીતે તંત્ર દ્વારા પહેલા જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા હતા તે વિસ્તારને જાહેર કરવામાં આવતો હતો જે હવે જાહેર કરવામાં ન આવતા હોવાના કારણે લોકો બિંદાસ પણે એકબીજાના સંપર્કમાં આવવાના કારણે પણ કોરોના જીવતો બોંબ સમાન થઈ રહ્યો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી પૃથ્વી નગર સુપર માર્કેટ પાસે ભરૂચની ૬૫ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના અંતિમ સંસ્કાર તંત્ર દ્વારા ઉભા કરાયેલા અંકલેશ્વરના કોવિડ 19 સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા જેના પગલે ભરૂચમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે પરંતુ લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે.

Advertisement

ચૂંટણી પ્રચારમાં પણ કોરોના ગાઈડલાઈન નેવે મૂકાઇ..

કોરોનાના ભય વચ્ચે પણ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે જેમાં વિવિધ પક્ષો દ્વારા પોતાના વિસ્તારોમાં કાર્યાલયના લોકાર્પણ થઈ રહ્યા છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે એક કોરોના સંક્રમિત પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે તેવી દહેશત વર્તાઈ રહી છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ કોરોના અંગેની સરકારની ગાઇડ લાઇનના ધજાગરા ઉડતા હોય છે જેના પગલે આગામી દિવસોમાં કોરોના વકરે તેવી દહેશત લોકોમાં વર્તાઈ રહી છે.

કોરોનાના ભય વચ્ચે પણ વિવિધ પક્ષોની યોજાતી સભાઓમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા…

વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં જ વિજય રૂપાણી ચાલુ ભાષણે ઢળી પડ્યા હતા અને તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ પણ હજુ પણ લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ પક્ષોના ચૂંટણી પ્રચારમાં કેટલાય લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે જેના પગલે આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહીં.

ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની નોંધ સરકારી ચોપડે નથી થતી હોવાની ચર્ચા…

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી રોજ એક નોંધાઈ રહ્યો છે તેવું સરકારી ચોપડે જોવા મળે છે પરંતુ સાચા અર્થમાં ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેની નોંધ સરકારના ચોપડે નથી થતી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. ભરૂચ હજુ પણ કોરોના મુક્ત થયું નથી અને રાજકારણીઓની લાપરવાહીના કારણે ભરૂચ જિલ્લો ફરી એકવાર કોરોના ગ્રસ્ત થઈ રહ્યું છે કારણ કે રાજકારણીઓ ચૂંટણી પ્રચારમાં પણ કોરોના અંગેની ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

ભરૂચ શક્તિનાથની એસ.બી.આઇ શાખામાં બેંક મેનેજર સહિત ૩ કોરોના પોઝિટિવ…

ભરૂચથી સરકારી કચેરીઓ અને બેંકોમાં પણ સરકારની યોજના અંગેની ગાઈડલાઈનનું પાલન થતું નથી જેના કારણે લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેંક મેનેજર થઈ તેઓના સ્થાપના ત્રણ મળી કુલ ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ એક જ દિવસમાં નોંધાયા છે જેના પગલે ભરૂચ જિલ્લામાં કોરોના ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વહીવટીતંત્ર કોરોના વધુ વકરે તે પહેલાં જ સાવચેતી દાખવી તે જરૂરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં કૃત્યને વખોડી કાઢયું.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

ProudOfGujarat

ભરુચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરાએ પાયલોટની સિદ્ધિ હાંસલ કરતી ખેડૂતની દીકરી ઉર્વશી દુબેને પ્રશસ્તિપત્ર આપી અભિનંદન પાઠવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!