સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મોસમ જામી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 95 જેટલા ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે, જેમાં હાંસોટ 12 નંબરની બેઠક બિન હરીફ થતા હવે જિલ્લા પંચાયતના જંગમાં ભાજપનાં 33 ઉમેદવારો, કોંગ્રેસનાં 33 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી 2 ભારતીય, ટ્રાયબલ પાર્ટી 19 સાથે AIMIM નાં 1 ઉમેદવાર અને અપક્ષનાં 7 ઉમેદવારો મળી કુલ 95 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવા જઈ રહ્યો છે.
મહત્વનું છે કે ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને બીટીપી વર્ષોથી પ્રભુત્વ ધરાવે છે, જિલ્લા પંચાયતમાં જે તે પાર્ટીએ સત્તા સુધી પહોંચવા માટે આખરે તો ગઠબંધન ફોર્મ્યુલા અપનાવવો પડે છે, જે બાદ જ સત્તાનાં સુકાન સુધી જે તે પાર્ટી પહોંચી શકે છે, પંરતુ આ વખતે BTP અને AIMIM ના ગઠબંધન બાદથી જ રાજકીય સમીકરણો જુદા થયા છે, ત્યારે 28 મી ફેબ્રુઆરીએ મતદારોનો ઝુકાવ કઈ પાર્ટી તરફ રહે છે, અને 2 માર્ચે કંઈ પાર્ટીને કેટલી બેઠકો મળી છે તે બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે અને આખરે પ્રજાએ જિલ્લાનો સુકાન કોને આપવાનો નક્કી કર્યા છે.