ભરૂચ સ્થિત જૈન સોશ્યલ ગૃપ સંચાલિત અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતર્ગત જરૂરિયાતમંદ બહેનોને વિનામૂલ્યે વિવિધ પ્રકારનાં સ્કીલ બેઝ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં વસવાટ કરતી તેમજ આસપાસનાં વિસ્તારની બહેનોને પગભર કરવા માટે જૈન સોશ્યલ ગૃપ દ્વારા સંચાલિત અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતર્ગત જરૂરિયાતમંદ બહેનો માટે વિવિધ પ્રકારનાં સ્કીલબેઝ વર્ગો ટેલરિંગ, બ્યુટીશીયન, જેરયાટ્રીક કેર તથા કોમ્પ્યુટરનાં વર્ગો ચલાવવામાં આવે છે જેમાં બહેનો પોતે તાલીમ મેળવી રોજગાર પ્રાપ્ત કરી શકે તેવા વર્ગોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઉપરાંત ટેલરિંગની તાલીમમાં જોડાયેલ બહેનોની ઔદ્યોગિક તાલીમ કે.ટી. એપરલ્સ ઈન્ડિયા પ્રા.લિ. વટારીયા ખાતે ગોઠવવામાં આવી છે. કે.ટી. એપરલ્સમાં પ્રોડકટ ” ઇન્ડી ફોર્મ ” નાં નામે ઉત્પાદન કરી ભારત તથા અન્ય દેશોમાં વેચાણ કરવામાં આવે છે. અહીં તાલીમ પામેલી બહેનોની નોકરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેકટમાં પ્રથમ 20 બહેનોને એક અઠવાડીયાની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. આ સમગ્ર કામગીરી ધવલભાઈ અને ભક્તિબેન ઠાકર દ્વારા કરવામાં આવી રહી છે.