ભરૂચ નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી લડવા વિવિધ રાજકીય પક્ષોના અનેક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા બાદથી પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી પ્રજા વચ્ચે ડોર ટુ ડોર પ્રચાર અને ગ્રુપ મિટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે, ભરૂચમાં પણ ભાજપ કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા અને પોતાના કરેલા કર્યોને લઇ પ્રજા વચ્ચે જઈ રહ્યા છે..
રવિવારે ભરૂચના વોર્ડ નંબર 7 ના નવી વસાહત વિસ્તારમાં બાબા રામદેવપીરનાં મંદિર ખાતે ચૂંટણી પ્રચારમાં ગ્રુપ મિટિંગ યોજી ચર્ચાઓ કરવામાં આવેલ હતી, જેમાં કોગ્રેસના વોર્ડ નં. ૭ નાં ઉમેદવાર દિનેશભાઇ અડવાણી, સેજલ પટેલ(શંકર), સોનલબેન મહેતા અને પુષ્પાબેન વસાવા તથા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી, રાધે પટેલ, યુસુફ બાનુ, રાજેશ ખુમાણ, સંદીપ કાયસ્થ, શૈલેષભાઈ કાયસ્થ, મહિલા પ્રમુખ લીલાબેન તથા નવીવસાહતના વડીલો અને યુવાનો તથા મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સાથે જ પુલવામાં હુમલામાં શહિદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
મહત્વનું છે કે ગત ટમમાં ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ પૈકી કોંગ્રેસ પાસે માત્ર 3 જ વોર્ડ ઉપર જીત મેળવી હતી, પંરતુ આ વખતની ચૂંટણીમાં ભાજપાના ગઢ સમાન વિસ્તારોમાં કોંગ્રેસનાં ઉમેદવારોને મળતું જન સમર્થન શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ માટે નવી સંજીવની સમાન સાથર્ક નીવડશે તેવી આશાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલને જોઇ કોંગ્રેસનાં આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.