ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેથી ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી બે ટ્રકો નંબર GJ.16.Z.5656 તેમજ GJ.16.X 9494 ને રોકી તેની તલાશી લેવામાં આવતા ટ્રકોમાં ખીચોખીચ ભરેલ પશુઓ નજરે પડતા પોલીસ મામલે બંને ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
નેત્રંગ પોલીસે બે ટ્રકો સહિત 23 જેટલા પશુઓ મળી કુલ 7.95 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે નેત્રંગ ચોકડી વિસ્તારમાંથી અવારનવાર ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવે છે. જેમાં ખાસ કરીને પશુઓને ખીચોખીચ ફરી વહન કરવામાં આવતા હોય જીવદયા પ્રેમીઓમાં પણ મામલે રોષની લાગણી છવાઈ છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રના ધુલિયા, માલેગાંવ સહિતના વિસ્તારમાં પશુઓ કતલનાં ઇરાદે લઇ જવાતા હોવાની પણ ચર્ચાઓ સામે આવતી હોય છે તેની સામે ગુજરાત પોલીસ હવે લાલ આંખ કરતી હોય તેમ દેખાઇ રહ્યું છે.