Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યુ પાર્ક નજીક અકસ્માત થયો.

Share

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યુ પાર્ક નજીક બાઈક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ધો.11 નો વિદ્યાર્થી મિત્રને લેવા માટે બાઈક પર જઇ રહ્યો હતો ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા જતાં ઇકો કાર સાથે અથડાયો હતો. ઇકો કાર સાથે બાઈક અથડાતાં યુવક હવામાં ફંગોળાયો હતો. ગુરુવારે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

બનાવની મળતી માહિતી અનુસાર, ભરૂચના લિંક રોડ પર આવેલા યોગેશ્વર નગરમાં રહેતો અને ધો. 11 સાયસન્સમાં અભ્યાસ કરતો વેદાંત જગલાવાલા ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ ભરૂચના સેવાશ્રમ રોડ પરથી પોતાના મિત્રને લેવા બાઈક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સ્ટેચ્યુ પાર્ક નજીક સામેથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાતાં વેદાંત હવામાં ફંગોળાયો હતો અને માર્ગની સાઈડ પર પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેદાંતને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજ્યમાં 44 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ થતા 2 રૂપિયે કિલો ઘાસનું વિતરણ ચાલુ રખાશે:વિજયભાઈ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ની લોરેન્સ ફાર્મ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ…

ProudOfGujarat

હિમાચલ પ્રદેશથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સુરત પોલીસને મળી સફળતા : મહિલા સહિત ત્રણની ધરપકડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!