સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જ્યાં એક તરફ રાજકીય માહોલ ચરમસીમાએ જામ્યો છે ત્યારે બીજી તરફ આજે ઉમેદવારી પત્રો ભરવા માટે ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો સવારથી મામલતદાર કચેરી ખાતે જોવા મળ્યા હતા, ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો 9 તાલુકા પંચાયતની 183 બેઠકો તેમજ 4 નગર પાલિકા ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલીકા માટે દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા.
ભરૂચ જિલ્લામાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ બની છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, BTP, AAP, AIMIM, HND સહિત અપક્ષની પણ પેનલો વિવિધ વોર્ડમાં ઉતારવામાં આવતા રાજકીય પક્ષોના ગણિત બગડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે એક બેઠક માટે અનેક મૂરર્તિયાઓ વચ્ચેથી પ્રજા કયા મુરતિયા નસ પોતાના પ્રતિનિધિ તરીકેની પસંદગી કરે છે.
ભરૂચ જિલ્લામાં વિવિધ મામલતદાર કચેરી ખાતે આજે સવારથી વાજતે ગાજતે ઉમેદવારી પત્રો ભરવા આવેલા વિવિધ રાજકીય પક્ષોના તમામ ઉમેદવારોએ પોતાની જીતનો હુંકાર કરી ચૂંટણી રણમાં ઉતરવાની શરૂઆત કરતાની સાથે જ રાજકીય દાવપેચની રમત રાજકીય કાર્યાલયોમાં શરૂ થઈ છે અને પ્રચાર અંગે કયા કયા મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જઈ તેઓનાં હૃદય જીતી શકાય તે પ્રકારની રણીનીતિ ઉમેદવારી પત્ર ભર્યા બાદથી ઘડવામાં લાગી ગયા છે.
ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મામલતદાર કચેરીએ ઉમેદવારોનાં ધામા, વિવિધ રાજકીય પક્ષોનાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે નોંધાવી દાવેદારી…
Advertisement