Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચના દહેજ બાયપાસ પર લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

Share

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર થી પસાર થતી લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત થયું હતું.

નાના મોટા વાહનોથી ધમધમતા દહેજ બાયપાસ રોડ પરથી રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ ઉમરાજ નવી નગરીમાં રહેતો સલમાન દીવાન પોતાની મોટર સાયકલ પર પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન જી.એ.સી.એલ કોલોની પાસે અચાનક ધસી આવેલ લક્ઝરી બસના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા સલમાન દીવાનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ભરૂચ સીવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

Advertisement

અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક બસ લઈને ફરાર થઇ ગયો હતો.

અકસ્માત સંદર્ભે મૃતકનાં પિતા સલીમભાઈ દીઆનાની ફરીયાદ નોંધી ભરૂચ ‘એ’ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર બસ ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

જામનગરમાં સમર વેકેશન નિમિતે ગરબાની વિનામૂલ્યે તાલીમ આપતું રૂદ્રાક્ષ દાંડિયા કલાસીસ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પોદાર સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ કોર્ટ શરૂ કરાઈ.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા.

ProudOfGujarat
error: Content is protected !!