Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 28 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગત સાંજે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 ન.પા ની બેઠકો માટે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને લઘુમતી સમાજના 28 જેટલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે સૌથી વધુ ભરૂચ તાલુકામાં 8 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી છે તો બીજી તરફ હાંસોટ તાલુકામાં 1, વાલિયા તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 2, આમોદ તાલુકામાં 3, અંકલેશ્વર તાલુકામાં 1, વાગરા તાલુકામાં 4 લઘુમતી ઉમેદવારોને ટીકીટ ફાળવી છે, તો નગરપાલીકામાં પણ ભરૂચ ન.પા માં 2, અંકલેશ્વર ન.પા માં 3, આમોદ ન.પા માં 1 તેમજ જિલ્લા પંચાયતની બેઠક પર 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી કુલ 28 જેટલા મુસ્લિમ ઉમેદવારોના સહારે ભારતીય જનતા પાર્ટીની કેટલીય બેઠકો નિર્ભર થઈ છે.

Advertisement

મહત્વનું છે કે કોંગ્રેસ, બીટીપી અને ઓવૈસીની AIMIM ના ઉમેદવારો જાહેર કરવામાં હજુ સુધી સત્તાવાર બાકી હોય અનેક એવી બેઠકો હશે જ્યાં મુસ્લિમ ઉમેદવારો વચ્ચે રસપ્રદ ચૂંટણીનો જંગ બની રહે તેવા એંધાણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહિ, અને લોકચર્ચા મુજબ મતોનું ધ્રુવીકરણ ત્રીજા પક્ષ માટે લાભદાય નીવડે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી તેવું કેટલાય રાજકીય પંડિતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને બેડ ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઈ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં હજારોની મત્તાનાં વિદેશી દારૂ સહિત એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના પ્રસ્તુત કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!