આમોદ તાલુકાનાં કુરચણ ગામની શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષિકાએ માસ્ક તેમજ સેનેટાઇઝરનું વિતરણ કરી એક સેવાભાવી કાર્ય કર્યું હતું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો મદદરૂપ બની એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે.
આમોદ તાલુકાના કુરચણ ગામમાં શિક્ષકા તરીકે ફરજ બજાવનાર ઈખર ગામના ફોજીયા ફેજલ પટેલ દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ મળે એ હેતુથી કુરચણ ગામની શાળામાં અભ્યાસ કરતા છાત્રોને તેમજ ગામમાં ઘરે ઘરે ફરી માસ્ક તેમજ સેનેટાઇઝરનું વિતરણ કર્યું હતું. ફોજીયા પટેલે કોરોના મહામારી સામે જાગૃતિ કેળવી સુરક્ષિત રહી કોરોના વેકસિન પણ લેવા તેઓએ ગ્રામજનોને જણાવ્યું હતું.
યાકુબ પટેલ : પાલેજ
Advertisement