Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીક ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો.

Share

ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા નેત્રંગ, ઝંખવાવ રોડ પર ચાસવાડ ગામ નજીક ગત રાત્રીના 10 વાગ્યાની આસપાસ બોલેરો જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તો અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરાથી બોલેરો જીપ નંબર GJ.7 DA.8305 માં સવાર થઇ સોનગઢ તરફ જતા નિર્મિતભાઈ દિલીપભાઈ ચાવડા તેમજ રાજ બહાદૂર ચૌધરી નાઓને ચાસવાડ નજીક ટ્રક નંબર GJ 21 P 7339 સાથે અકસ્માત નડ્યો હતો, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બોલેરો જીપના ફુરચા નિકળી ગયા હતા અને જીપમાં સવાર નિર્મિતભાઈ અને રાજ બહાદુરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઈસમ ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં અવ્યો હતો.

રાત્રીના સમયે નેત્રંગથી ઝંખવાવ માર્ગ પર લાઈટનો અભાવ હોય અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે, આ ઘટનામાં પણ પુરપાટ દોડતા બંને વાહનોમાં કોઈ એક વાહન ચાલકથી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન પોલીસે લગાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

કિશાન વિકાસ સંઘ દ્વારા વાગરા તાલુકાના વિલાયત ગામની બિરલા ગ્રાસિમ કંપની પર પ્રદૂષણ થી માંડીને કામદારોના શોષણ સુધીના આક્ષેપો કરતુ આવેદનપત્ર પાઠવાયું….

ProudOfGujarat

નાટુ નાટુથી ગૂંજશે ઓસ્કારનો સ્ટેજ, લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થશે લાઈવ પરફોર્મ

ProudOfGujarat

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!