સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી છે, ભરૂચ જિલ્લામાં પણ આ વખતની ચૂંટણી રાજકીય પક્ષોનાં જંગ વચ્ચે રસપ્રદ બની છે ત્યારે તોડજોડની રાજનીતિ પણ ચરમસીમાએ પહોંચી છે, ઝઘડીયાના ધારાસભ્ય અને BTP ના સ્થાપક છોટુ વસાવાના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે, જેમાં ખુદ BTP ની સાથેની પાંખ એવી BTS ના જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા પોતાના 200 જેટલા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.
AIMIM સાથે BTP ના ગઠબંધન બાદથી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં BTP નો સાથ ખુદ તેઓની પાર્ટીના આગેવાનો છોડીને જતા હોય લોકચર્ચાઓ પણ ઓક ઓફ ધી ટાઉન બની છે કે ઓવૈસી સાથેના ગઠબંધનથી નારાજ થઇ પાર્ટીના કેટલાય નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, મહત્ત્વનું છે કે ભાજપ, કોંગ્રેસમાં પણ આગામી ચૂંટણીને જીતવા માટેની રણનીતિ બનાવી છે પરંતુ આ બંને પક્ષોઓ ફૂંકી ફૂંકીને આગળ વધતા હોય તે પ્રકારની સ્થિતિ વર્તમાન સમયમાં જોવા મળી રહી છે.
રાજકીય પક્ષો માટે એક બેઠક અનેક દાવેદારો માથાના દુઃખાવા સમાન સ્થિતીમાં મુક્યા છે ત્યારે ભાજપ,કોંગ્રેસમાં પણ ટીકીટ વહેંચણીની જાહેરાત બાદ અંદરો અંદર ઘમાસાણ ઉભા થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે આગામી ચૂંટણીઓ જીતવા માટે તમામ પક્ષો મજબૂત રણનીતિ બનાવી આગળ વધી રહ્યા છે.
ભીલીસ્તાન ટાઇગર સેનાના (BTS) ભરૂચ જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા, ભારતીય ટ્રાયબલ પાર્ટીને ફટકો…
Advertisement