Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ફાટાતળાવ વિસ્તાર માં ૧.૨૫ લાખ ઉપરાંત ની ચોરી પ્રકરણ માં પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી.

Share

ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ફાટાતળાવ ના ચનાવાણા વિસ્તાર માં રહેતા ગીતા બેન કનુ ભાઈ ચણાવાલા તેઓના બંધ મકાન માંથી સોના ચાંદી ના ઘરેણા તેમજ રોકડ રકમ મળી અંદાજીત ૧.૨૬ હજાર ના મુદ્દામાલ ની ચોરી થઇ હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક માં નોંધાવી હતી …….
ગીતા બેન ચણાવાલા ની ફરિયાદ ના આધારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટના અંગે ની તપાસ કરતા અને ફરિયાદી એ તેઓના ભત્રીજા  સુરેન્દ્ર ભાઈ હસમુખ ચણાવાલા ઉપર શંકા વ્યક્ત કરતા પોલીસે સુરેદ્ર ને પૂછપરછ અર્થે લાવતા સુરેદ્ર એ સમગ્ર ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા બી ડિવિઝન પોલીસે આરોપી સુરેદ્ર ચણાવાલા ની અટકાયત કરી તેની પાસે થી ૧.૧૪ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી અન્ય કોઈ ગુના માં પણ આરોપી ની સંડોવણી છે કે નહીં તે અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી……….
વધુ માં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ના પી આઈ એન આર ગામીતે વધતા જતા ચોરીઓના બનાવો અટકાવવા બાબતે લોકો ને જાગૃતિરૂપી સંદેશો પણ આપ્યો હતો અને કોઈ પણ વ્યક્તિ મકાન બંધ કરી કોઈ કામ અર્થે જાય છે તો તેઓના કિંમતી ઘરેણા તેમજ સમાન ને યોગ્ય સ્થાન ઉપર મૂકી જાય અથવા તો કોઈક ની જાણ માં કહી તેમજ નજીક ના પોલીસ સ્ટેસન માં જાણ કરે તેવી અપીલ જાહેર જનતા ને કરી હતી..
હારૂન પટેલ

Share

Related posts

નડિયાદ : કણજરી ચોકડી પાસે સિમેન્ટ આર્ટીકલની ૩ ફેક્ટરીમાં તસ્કોરોએ ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલમાં સરકારના વેરા અને દંડ ભરપાઈમાં કરોડોની ગફલત : ડિરેકટરો વિરૂદ્ધ રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat
error: Content is protected !!